18/08/2012

એક થા ટાઇગર-ફિલ્મ રીવ્યુ -જગદીશ વડીયા

FROM GOOGLE
તા;૧૮ ઓગસ્ટ ૨૦૧૨                
સમય:રાતના ૯:૩૭ કલાક
સ્થળ:મહુવા                   ઘણા મિત્રોના આગ્રહથી આજે "એક થા ટાઇગર "ફિલ્મ જોવાનું નક્કી કરી જ નાખ્યું.મારા મિત્ર અને મહુવા તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી યોગેશભાઈ ભટ્ટ તથા મારા બીજા મિત્ર અરવિંદ ભોજાણી  સાથે(આ વખતે પીયુષ મારી સાથે નહોતો એનું દુખ છે) આજે મહુવાની (વર્લ્ડ ફેમસ --તમને તો ખબર જ છે ને!!!!!!!)મેઘદૂત સિનેમા માં ૬:૩૦ થી ૯:૩૦ ના શોમાં ફિલ્મ જોવા ગયા.આજે મહુવામાં સીઝનનો સારો કહી શકાય તેવો વરસાદ પડી ગયો હતો,અને અમે મહુવાનું વાતાવરણ અહ્લાદક હોય જ છે.કહેવાય છે કે જે મહુવામાં એક વખત આવે તે મહુવાનો જ થઇ જાય છે,આ લખનારને પણ આ લાગુ પડે છે.(અમદાવાદ માં નોકરી મળે એમ હતી પણ વતનનો મોહ અહી સુધી લઇ આવ્યો અને હું મહુવાનો જ બની ગયો,i love this place!!!!!!) હા, તો અમે ત્રણ મિત્રો ફિલ્મ જોવા ગયા.


               અમે જયારે ફેમીલી સાથે ફિલ્મ જોવા ના ગયા હોઈએ ત્યારે મોટા ભાગે બાલ્કનીની ટીકીટ નથી લેતા પણ સસ્તામાં પતે એવી ટિકટ જ લિયે છીએ.અને આમેય  જયારે માત્ર મિત્રો સાથે ગયા હોઈએ ત્યારે કઈ ફરક ના પડે આપણે ક્યાં બેઠા છીએ.પણ આ વખતે થયું ચાલો આજે બાલ્કનીની ટિકટ લિયે ,પણ કદાચ સલમાન ખાનને એ પસંદ નહોતું,બાલ્કની હાઉસફુલ હતી.અમે અપર સ્ટોલ માં બેઠા.

          
              ફિલ્મ શરુ થતા પહેલા એક ટ્રેઇલર આવ્યું.યશરાજ ફિલ્મ્સ ની યશગાથા દર્શાવતી એ મીની ફિલ્મ જોવાની મજા પડી ગયી,સાથે સાથે શાહરૂખ,કેટરીના અને અનુષ્કા શર્માને ચમકાવતી અને એ.આર.રહમાન તથા ગુલઝારની જોડી લઇ ને આવી રહેલી એક અનામી ફિલ્મનું ટ્રેઇલર પણ ખાસ્સું રસપ્રદ લાગ્યું,ઘણા સમય બાદ યશ ચોપરા કોઈ ફિલ્મ ડીરેક્ટ કરી રહ્યા છે.કેટરીના ખરેખર સુંદર લાગે છે,(યાર આ ગૂગલમાં સૌથી હેપનિંગ ફેસ એમનેમ થોડી બની હશે!!!)એ ફિલ્મની રાહ રહેશે.


             ફિલ્મની શરૂઆત ધાંસુ રીતે થાય છે.સલમાનની એન્ટ્રી થતા જ આખો હોલ તાળીઓ તથા સીટીઓથી ગુંજી ઉઠે છે,કમનસીબે કે સદનસીબે મને સીટી મારતા નથી આવડતી, નહીતર હું પણ સીટી મારીને સલમાનની એન્ટ્રી ને વધાવી લેત. સલમાનની આ ઉંમરે પણ આવી સ્ફુર્તિ જોઇને લાગે નહિ કે આ બંદો ૪૭ ઉપરનો છે!!!!!ફિલ્મનાફાઈટીંગ સિક્વન્સ એવી રીતે ફિલ્માવવામાં આવ્યા છે જાણે સલમાનના શરીરમાં અક્ષય કુમારે વાસ કર્યો હોય!!!!!ડાયરેક્ટર ઓફ ફોટોગ્રાફી અસીમ ખાનનું કામ કબીલ-એ-દાદ છે.૧૦ આઉટ ઓફ ૧૦ ફોર હિમ!!!!

            ફિલ્મમાં સલમાન એક R.A.W. AGENT  છે.(R.A.W.=RESEARCH AND ANALYSIS WING,ભારતીય જાસૂસી સંસ્થા)સલમાનનું સાચું નામ અવિનાશસિંહ  હોય છે પણ RAW CHIEF (ગીરીશ કર્નાડ)તેને ટાઇગર તરીકે બોલાવતા હોય છે.ટાયગર જુદા જુદા મિશન પર હોય છે .એવા જ એક મિશન અંતર્ગત તે લંડન જાય છે ,જ્યાં તેને એક મિસાઈલ વૈજ્ઞાનિક પર નઝર રાખવાની હોય છે.હવે કેટરીના આવે છે ,અરે શું એની એન્ટ્રી બતાવી છે બાકી!!!!તે આ વૈજ્ઞાનિક કમ પ્રોફેસરના ઘરની બાજુમાં રહેતી હોય છે.સલમાન પ્રોફેસર પાસે એક લેખક બનીને જવાનો હોય છે પણ આ પ્રોફેસર થોડો અડીયલ કિસમનો હોય છે,સલમાનને તે ઇગ્નોર કરે છે.હવે કેટરીનાનો વારો આવ્યો,તેને પ્રોફેસર સાથે ઘર જેવા સંબંધ હોવાથી તે સલમાનને મદદ કરવાનું વિચારે છે.આ બધી બાબતો વચ્ચે સલમાન પોતાની રીઅલ મજાક પણ ઉડાવે છે.સંવાદ આ મુજબ હતો.(કેટનું નામ ઝોયા છે)


ઝોયા: "शादी हो गयी तुम्हारी?"
टाइगर:"गर्लफ्रेंड का न पूछ्के सीधे शादी का पूछा??"

जोया:"अब तुम्हारी उम्र गर्लफ्रेंडकी  नहीं शादी की हो गयी है?"


લાગે છે હવે સલમાનને પણ લગ્ન કરી લેવા જોઈએ.(ક્યાં સુધી માણસ નર્યું સુખ જ ભોગવે!!!દુખ જેવું પણ જીવનમાં કૈક હોવું જોઈએ!!!!! તમારામાંથી મોટાભાગના આ વાતથી એગ્રી હશો ,,,,,,,,,,સલમાનના લગ્નની નહિ.પણ દુઃખના કારણથી !!!!!!!!!!)


વાર્તા આગળ વધે છે સલમાન કેટરીના પર ફ્લેટ થઇ જાય છે ,આ બાજુ કેટને પણ કૈક ફીલિંગ હોય એવું દેખાય છે........વાર્તા ધીમે ધીમે ઈન્ટરવલ સુધી પહોચે છે ત્યાં જ ખબર પડે છે કે કેટ તો પાકિસ્તાની જાસૂસી સંસ્થા I.S.I.(Inter Services Intelligent)ની એજન્ટ છે,સલમાન તેને RAW માં ભળી જવા અથવા ગોળી ખાવાની શરત મુકે છે,પણ કેટને પોતાનું વતન વહાલું હોય છે,તે સમાધાન કરવા તૈયાર થતી નથી અને સલમાન ગોળી ચલાવે છે, 


INTERVALFROM GOOGLE

FROM GOOGLE

FROM GOOGLE

થોડો  નાસ્તો કરી લ્યો !!!!!!!!!!!!
 
ઈન્ટરવલ  બાદ ફરી ટાયગર દિલ્લીમાં પાછો દેખાય છે.તે મિશનમાં એક ખૂન કર્યું હોવાનું ચીફના મુખેથી સંભાળવા મળે છે ,મને થયું કેટ નું પોસ્ટ મોર્ટમ થઇ ગયું,પણ સ્ટોરી માં કઈ ક આગળ હતું.


એક  વાત તો રહી ગઈ ઝોયા અને ટાયગર (અહી તેને મનીષ ચંદ્ર નામ રાખેલું,,,,,,,સાલું ખરું કેવું કહેવાય નહિ!! RAW વાળા નામ બદલીને મિશન પાર પાડે અને આપણા ફેસ્બૂકીયા મિત્રો પણ નામ બદલીને તેમના મિશન પાર પડતા હોય છે ,,,,,,ઘણા ખરા તો પોતે પુરુષ હોવા છતાં એક સ્ત્રીના નામ સાથે ACCOUNT બનાવી પોતાનાજ ખાસ મિત્રોને હેરાન કરતા હોય છે!!!!!!!) જયારે પોતાનો પરિચય આપે છે ત્યારે કૈક આ રીતે આપે છે

કેટ:"હેલો, માય નેઈમ ઇસ ઝોયા એન્ડ ફ્રેન્ડસ કોલ્ડ મી ઝી "   
સલમાન:"માય નેઈમ ઇસ મનીષ એન્ડ પીપલ કોલ્ડ મી દૂરદર્શન "

આ  સંવાદ અહી લખવાનું કારણ એજ કે આજ ઝી અને દૂરદર્શન ના કોડ વર્ડથી સ્ટોરી આગળ વધવાની હતી.....


સલમાન  એકદમ ઉદાસ બની પોતાનું જીવન જીવવા માંડે છે,ત્યાં એની ઓફિસમાં કામ કરતો એક ઓફિસર ખબર લાવે છે કે કોઈ મેસેજ મળે છે કે ઝી તો આવવાની છે પણ દૂરદર્શન આવશે??? એ ઓફિસર આ મેસેજ સમજી નથી શકતો પણ સલ્લુમિયાં સમજી જાય છે.યુ.એન.ની મીટીંગ ઇસ્તામ્બુલમાં થવાની હોય છે ત્યાં સલ્લુમિયાં પહોચી જાય છે.અને આશ્ચર્યજનક રીતે કેટ પાકિસ્તાની ડેલીગેશન સાથે જોવા મળે છે અને એ પણ જીવતી.બંને એકબીજાને પ્રેમ કરતા હોય છે ,પણ RAW અને ISI તેમને એક કદી ના થવા દે એ વાત બંને જણા જાણતા હોય છે ,આથી તેઓ સાથે ભાગવાનો પ્લાન બનાવે છે અને ભાગી જાય છે ,,આ ભાગદોડી અને વેશ ભૂષા  બદલવામાં ફિલ્મ કલાઇમેકસ સુધી પહોચી જાય છે.એક્શન સિક્વન્સ એવી જોરદાર ફિલ્માવી છે કે ના પૂછો વાત,જૂની ગુજરાતી ફિલ્મોમાં જેમ અરૂણા ઈરાની હતી તેમ અહી કેટ પણ થોડું ઘણું ઢીશુમ ઢીશુમ કરી લે છે,ઘણા સીન કલ્પનાથી પરે અને સાઉથ ના સીન ને સાચા સાબિત કરે એવા હમ્બક હતા.છેલ્લે કેટ અને સલ્લુ ISI ના હાથે ઝડપાઈ  જતા સહેજ માટે રહી જાય છે. છેલ્લે તેઓ ISI કે RAW ના હાથમાં આવતા નથી અને છૂમંતર થઇ જાય છે.


જે  ગીતને જોવા લોકો થીયેટર સુધી લાંબા થતા  હોય (માશા અલ્લાહ માશા અલ્લાહ )તે ગીત ફિલ્મના એન્ડ માં બતાવવાનો કઈ મતલબ નથી.કોઈ ખાસ મ્યુઝીક નથી ,ઠીક થાક છે.બેકગ્રાઉન્ડ મ્યુઝીક ખૂબ સરસ છે જે ફિલ્મ ના દરેક સીન સાથે સુસંગત વગડતું  રહે છે.

આ  ફિલ્મમાં કયો સંદેશ હતો એ ખબર ના પડી,,કે સલમાન દેશ માટે લડતો હતો કે કેટ માટે?????????????અને આ ફિલ્મ આવ્યા પહેલા એક મિત્રે ફેસબુક પર ઓરીજીનલ ટાઇગરની વાત મૂકી હતી તે અને આ ટાયગર વચ્ચે માત્ર એક જ સમાનતા હતી કે બંને RAW ના એજન્ટ છે.

 અને પાકિસ્તાનમાં આ ફિલ્મ ના દર્શાવવા બાબતે મને કોઈ લોજીક ના સમજાયું ,,નથી આમાં ગદ્દર એક પ્રેમકથા જેવા ઝોરદાર ડાયલોગ કે નથી ભાગ્લાવાળી વાત!!


એક  ડાયલોગ પણ ગમ્યો જે ગીરીશ કર્નાડ ના મુખેથી સંભાળવા મળ્યો "ઇસ દુનિયામે ૨૦૩ મુલ્ક હૈ,ટાયગર કો સિર્ફ પાકિસ્તાની લડકી હી મિલી પ્યાર કરને કે લિયે!!!!!!


કેટરીના  હમેશની જેમ સિલ્વર સ્ક્રીન પર આકર્ષક લાગે છે,ઘણા સીનમાં તો ભગવાનની કૃતિ-રચના-કારીગરી  પર માન થઈ આવે એટલી ખૂબસૂરત લાગે છે ,કેટના પ્રશન્શકો માટે આ ફિલ્મ જોવા જેવી.
સલમાન  તેની ઉંમરના પ્રમાણમાં વધારે સ્ફૂર્તિલો  અને યંગ લાગે છે.સલમાનના ફેન માટે આ ફિલ્મ ચોક્કસ  અપીલ કરનારી સાબિત થશે."સાચી જીંદગી ચાલીસ પછી શરુ થાય એવું સલમાન પરથી લાગે છે"


બીજા  અન્ય પત્રોએ પણ પોતાના પાત્રને યોગ્ય ન્યાય આપ્યો છે.....ખાસ કરીને ગીરીશ કર્નાડ અને રણવીર શોરી એ........


ફિલ્મ  થોડી ટૂંકી છે એટલે કંટાળો નહિ આવે ,એક વખત જોવા જવાય એવી.અને સલ્લુ-રીના ના ચાહકો માટે બ્લોક બસ્ટર ફિલ્મ.......

ઓકે  ત્યારે ફરી મળીશું નવી ફિલ્મ સાથે.....જગદીશ વડીયા 

નોંધ:ઉપરોક્ત વિચારો માત્ર મારા જ છે ,ફિલ્મ જોવી ના જોવી તમારા પર છે!!!!!

1 comment:

THANK YOU