24/08/2012

ગણિત ગમ્મત(વિજ્ઞાન મેળો) -જગદીશ વડીયા




મારી આ અગાઉની પોસ્ટ(વિજ્ઞાન મેળા કૃતિ)ને બહોળી સંખ્યામાં(૩૭૦ કરતા વધુ હિટ્સ) બિરદાવવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર 

આજે અહી એ જ સાધનની કાર્યપ્રણાલી પર કાર્ય કરતુ એક "ગણિત ગમ્મતનું સાધન"તમારી વચ્ચે મૂકી રહ્યો છું!!!આશા છે તમારા વિદ્યાર્થીઓને અનો લાભ મળશે!!!!
મારી શાળામાં આ સાધન છેલ્લા૨ વરસથી છે!!!crc તાલીમમાં પણ મેં ઘણા શિક્ષક મિત્રોને આ બાબતે માહિતી આપેલી,પણ તમે જાણો છો એમ!!!!  કાશ,જાવ દો એ વાત!!!




સાધન સામગ્રી : એક ૪ બાય ૩ નું પાટિયું
બ્લેકબોર્ડ કલર 
બીજા ૨ કલર
અને લાંબી માપપટ્ટી 

આ સાધનની મદદથી તમે મોટી સંખ્યાઓના ગુણાકાર પળવારમાં કરી શકો છો!!!


સાધન નીચે મુજબ બનાવવું.



કાર્ય પદ્ધતિ :
ધારો કે તમારે 32255 * 123 કરવા છે

તો નીચેના ચિત્રમાં દર્શાવ્યા મુજબ લખો

















હવે 32255 નો 1 સાથે ગુણાકાર કરો ,,જવાબ ફોટો માં દર્શાવ્યા  પ્રમાણે લખો!!






ત્યારબાદ 32255 નો 2 સાથે ગુણાકાર કરો
અને નીચે દર્શાવ્યા પ્રમાણે લખો!!!







હવે આજ રીતે 32255  નો 3 સાથે ગુણાકાર નીચે દર્શાવ્યા પ્રમાણે કરો!!!




તો હવે સાચી ગમ્મત શરુ થશે


અહી ચિત્રમાં તમને પીળા રંગની લાઈન દેખાય છે ,તે નું અનેરું મહત્વ છે.


હવે ૨ (બે ) પીળી લાઈન વચ્ચેની સંખ્યાનો સરવાળો કરતા જાવ અને એકમનો અંક નીચે મુકત જાવ  અને વદ્દી આગળની પીળી લાઈનમાં મુક્ત જાવ,,,(ફોટોમાં વદ્દી ગોળ કરીને બતાવી છે )



બસ આ રીતે





5 ના 5 મુક્યા



હવે 0 + 1 + 5 =6 મુકીશું!!
(નીચે જુઓ)





ત્યારબાદ હવે  5 + 1 +0 + 1 + 6 =13 થશે આથી એકમનો અંક લખી વદ્દી આગળની પીળી લાઈનમાં મુકો




બસ આ રીતે આગળ વધતા રહો




છેલ્લે નીચે પ્રમાણે જવાબ મળી જશે!!!





બસ એટલું જબાળકને જ્ઞાન સાથે ગમ્મત પણ આપતું આ સાધન મારી શાળામાં છે ,અને બાળકો તેનો ભરપૂર લાભ પણ ઉઠાવે છે!!!



ઉપરના ફોટો તમનેત્રાંસા લાગશે,,,પણ તમારે એમજ જોવા પડશે,,,,બસ "ટેઢા હૈ પર મેરા હૈ"





અને તમે વિજ્ઞાન મેળામાં પણ મૂકી શકો છો.......




તમારા અભિપ્રાયની રાહમાં ,,,તમારો જગદીશ વડીયા



અને ના સમજાય તો ફેસબુક પર મળીશું......




12 comments:

THANK YOU